માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ચંદ્રેશકુમાર ડી. ભાંભીની શુભેચ્છા મુલાકાત

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ચંદ્રેશકુમાર ડી. ભાંભીની શુભેચ્છા મુલાકાત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે તા. 6 ઑક્ટોબર, 2026ના રોજ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. ચંદ્રેશકુમાર ડી. ભાંભી, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી (વર્ગ-1) દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

આ પ્રસંગે ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયા દ્વારા ડૉ. ચંદ્રેશકુમાર ડી. ભાંભીનું પુસ્તક અને પુષ્પ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેમણે પ્રાપ્ત કરેલી વ્યાવસાયિક સિદ્ધિ ભવન માટે ગૌરવની બાબત છે.

આવી મુલાકાતો ભવન અને તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. સાથે જ, વર્તમાન વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવા તથા જાહેર સેવા અને સામાજિક ક્ષેત્રે યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ તથા ભવનના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓના સહયોગથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના શૈક્ષણિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.

 


Published by: Department of Human Rights and International Humanitarian Laws

06-10-2026